ભારત દેશ , ગુજરાત રાજ્ય , મેહસાણા જિલ્લા ના વિસનગર ગામે તારીખ 03/06/1994 ના રોજ જન્મ .
ધરતી ફાડી ને ધન પેદા કરનાર એવા માટી થી જોડાયેલ કણબી ( પાટીદાર ) કુળ માં જન્મ.પાટીદાર સમાજ એટલે દેશ વિદેશ માં પોતાની સુજબુજ સાથે સૌ ને સાથે લઈને આર્થિક , સામાજિક , ધાર્મિક તેમજ રાજકીય ક્ષેત્રે સૌથી આગળ ચાલનારો સમાજ .
એક સામાન્ય પરિવાર માં લાડેકોરે થી બાળક તરીકે નો જન્મ અને ઉછેર . નાનપણ થી જ માં સતી - ઉમિયાના આશીર્વાદ રૂપી કંઠે માં સરસ્વતી નો વાસ .
વિસનગર માં સહજાનંદ અંગ્રેજી માધ્યમ શાળા માં પ્રાથમિક શિક્ષણ અને આદર્શ વિદ્યાલય માં હાયર સેકન્ડરી માં શિક્ષણ મેળવ્યું.સાંકળદાસ પટેલ યુનિવર્સિટી માં ડીપ્લોમા સિવિલ નો અભ્યાસ કર્યો . .આખો દિવસ પોતાની જાત ને સંગીત સાથે જોડી રાખતા હતા.તેને સંગીત ના સૂરોને અભિવ્યક્ત કરવા માટે યોગ્ય અવસરની અપેક્ષા અને ખોજ રહતી અને નવરાત્રી નો તહેવાર , શાળા કોલેજના ઉત્સવો , સામાજીક ધાર્મિક કાર્યક્રમોના સ્વરૂપે ક્યારેક આવા અવસર મળતા . સમર્પણ સંગીત આસપાસ ના સંયોગો ભણવા ગણવા પર સતત દબાણ કરતા હતા પરંતુ અંદર નો એક ગાયક અલગ જ દુનિયા માં જુદાજ સ્વપ્ન અને આનંદ લેવામાં વધુ વ્યસ્ત રહેતો હતો.એવુ લાગતું કે સિવિલ અને સાગર ક્યારે પણ અન્યોન્ય માટે બન્યા જ નહોતા . જયારે મારાં મમ્મી પાપ્પા ને સમજાયું ત્યારે તેઓએ મને સાથસહકાર આપી મારી મનપસંદ ગાયકી ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપ્યુ .સંગીત વિસરત સુધી નો ગાંધર્વ વિદ્યાલય માં ઊંડો અભ્યાસ કર્યો , અને રાગ રાગીણી નું જ્ઞાન પ્રાપ્ત કર્યું.એક વિધાર્થીને શાસ્ત્રીય સંગીતને તેની આંતર બહાય કલાત્મક સાથે આત્મસાત કરવાનો અવસર મળ્યો . બાળપણ ની યાદો હજુ યાદ છે એ માત્ર આઠ વર્ષ નો નાનો સાગર જેને માત્ર મન મગજ હૃદય માં ક્યાંક ને ક્યાંક સંગીત ની જ ધૂન વાગતી હોય અને એક વાર નવરાત્રિ માં ગોવિંદ ચકલા ના ચાચર ચોકે માઁ ના ગુણલા ગાવાનું એકાએક મન થયું , તેણે પોતાની ઈચ્છા તેના પપ્પાને કહી , પપ્પાએ આજીજી કરી ત્યાં એક બે ગરબા ગાવાનું મોકો મળ્યો , ખૂબ જ ખુશી અનુભવી અને આગળ સ્ટેજ પ્રોગ્રામ કરી પોતાની કારકિર્દી તેમજ વસાવવાની ઈચ્છા અનુભવી . બાળ કલાકાર રીતે તેઓના મમ્મી પપ્પા ગામે ગામે જ્યાં ઓરકેસ્ટ્રા ટીમ આવતી ત્યાં આજીજી કરી સાગરની એક બે ગરબા ગાવા મળતા . આ એક બે ગરબા ગાવા માટેઆખી આખી રાત જાગવું પડતું અને સાથે સાથે સવારે શાળાએ પણ જવું પડતું . શિક્ષક એક બાજુ ભણાવતા હોય પરંતુ સાગર નું મન તો એક અલગ જ દુનિયામાં માના ગુણના ગાતું હોય . વર્ષ 2004 માં બાળ કલાકારો ના ગીતો ની સીડીઓ જોઈ તેણે પોતાના પપ્પાને જીદ કરી “ હે સૈયર ” નામની રેકોર્ડિંગ તેમજ શૂટિંગ કરી એક લાખ રૂપિયા ના ખર્ચે સીડી બનાવી . તે સમયે સોશિયલ મીડિયા નો પ્રભાવ ન હતો માટે સ્થળે સ્થળે તેમના પિતાએ તેમજ તેમના ભાઈએ પોસ્ટર લગાવી તેની જાહેરાત કરી.ધીમે ધીમે એક ગાયક બાળ કલાકારને પ્રસંગોપાત તેની ગાયકીની અભિવ્યક્તિ થકી આનંદ સાથે થોડી - ઘણી ખિસ્સા ખર્ચી મેળવવાનો અવસર પણ મળ્યો . આમ તેમનું બાળપણ અન્ય બાળકોની જેમ રમત ગમત વાળું નહીં પરંતુ કારકિર્દી બનાવવા પાછળ ખૂબ મહેનત વાળું રહ્યું છે .
યુવાવસ્થા દરમિયાન 15 વર્ષની ઉંમરે વળી અવાજની ખરજ બદલાતા યુવાવસ્થામાં દાખલ થતાં ફરી સાગર ને પોતાનું નામ કરવા શૂન્ય માંથી સર્જન કરવાનું હતું પોતાનો અવાજ લોકોના હૃદય સુધી પહોંચાડવાનો હતો અથાગ મહેનત અને પ્રયત્નોની સાથે ગામે ગામે લોકો તેમને ઓળખવા લાગ્યા તેમના અવાજની લોક ચાહના વધવા લાગી અવસ્થિત થવા સંઘર્ષ : એક ગાયક કલાકારે અવસ્થિત થવા માટે તેના શ્રોતાઓના હ્રદયમાં પહોચવાનું હોય છે .. સંકલ્પ દ્રઢ હતો . ગમે તેમ પણ શ્રોતાઓ વચ્ચે પહોચવાનું અનિવાર્ય હતું . વર્ષ 2015 માં પાટીદાર અનામત આંદોલન આવતા તેમણે સૌપ્રથમ પાટીદારો સમાજના લગતા ગીતો ગાવાનું શરૂ કર્યું . સૌપ્રથમ ગીત તેમને સરદાર પટેલ માટે અર્પિત કર્યું જેને પાટીદાર સમાજના લોકોના હૃદયમાં અગ્રસ્થાન મેળવ્યું હતું . માં ઉમિયા ખોડલ ના ગીતો ગાયા . વર્ષ 2019 માં લક્ષ ચંડી મહાયજ્ઞમાં લાખોની સંખ્યામાં આવેલા મહેમાનજનો ની સામે માં ઉમિયા ના ગુણલા ગાઈ પોતાની કળા અભિવ્યક્ત કરી લાખો લોકો ના હૃદયમાં સ્થાન મેળવ્યું . વધુને વધુ લોકો તેમને જાણવા લાગ્યા , તેમના અવાજને અગ્રસ્થાન મળ્યું . વર્ષ 2022 માં વિદેશની ધરતી પર પણ પોતાની ગાયકી થી લોકોને મંત્રમુગ્ધકરી દીધા છે . આમ દિવસને દિવસે પોતાની પ્રગતિના પગથિયાં માં ઉમિયા માં સતી બનાવતી રહે છે અને તેઓ તે પગથિયાં સર કરતા રહે છે . આવી અને સંલગ્ન એવી અનેક અઘરી કસોટીઓ વચ્ચે સ્વસ્થ ટકી રહેવા , માર્ગ સુજાડવા , ઉત્સાહ અને ઉર્જા પુરવા તમામે તમામના આશીર્વાદ વરસવા અત્યંત અનિવાર્ય હોય છે . જગદીશ અને જગદંબાની કરુણા , માતા પિતા , ગુરૂજનો અને વડીલો ના આશિષ , અગણિત ચાહકો શ્રોતાઓના સ્વીકાર , સમર્થન અને સ્નેહ અને સંબંધિત લોકો ના સહકારના પરિણામે જ હું આ સંઘર્ષકાળમાં સ્વસ્થ અને ઉર્જાસભર રહી શકયો છું .
પરમ કૃપાળુ માં સતી ઉમિયા સહીત , માતા પિતા , ગુરૂજનો , વડીલો , કુટુંબના તમામ સભ્યો , આ સર્વેના મારા પ્રત્યેના સહજ અહેતુક અને અવાર સ્નેહ અને પ્રેમ માટે કૃત્ત્તતાનો ભાવ અનુભવું છું .
મારું નામ સાગર માંથી સાગર પટેલ બનાવવામાં મહેનત કરનાર તમામ મારા સાથીદારો , આયોજકો તેમજ મારા સહકારી વ્યક્તિઓ આભારની લાગણીધરાવું છું . મારા સર્વે શ્રોતાઓ , ચાહકો , સ્નેહીઓ અને સમર્થકો કે જેઓ મને મારા સંગીતને ખરા હ્રદયથી સદાય પ્રતિસાદ અને આવકાર આપતા આવ્યા છે તે સર્વેના અપાર સ્નેહ માટે કૃતજ્ઞ છું . પ્રમાણિક પણે સમજતા આપ સર્વેના પ્રેમ સ્નેહ થકી જ " સાગર " , આપનો સૌનો " સાગર પટેલ " છે.